માળીયા મિયાણામાં બેં જુથ વચ્ચે ઝીંગાની ખેતી મામલે બોલાચાલી થઈ હતી અને બાદમાં બન્ને જૂથે એકબીજા ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વિસીપરા સરકારી વાડીમાં રહેતા અને મુળ નવાગામ માળીયા.મીના વતની અલી કાસમભાઇ કટીયા ઉ.વ.૪૦ એ આરોપીઓ અલીભાઇ મામદભાઇ મેર, રફીક અલીભાઇ મેર ,રીયાજ અલીભાઇનો જમાઇ, સલીમભાઇ અલીભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરીયાદીએ જણાવ્યું છે કે ગત તા.૨૬ના રોજ બપોરના આશરે અઢી વાગ્યાનાની આસપાસ ફરીયાદીના ફઈના પુત્ર ભાઈ આલમ વલીમામદ મોવરને આરોપીઓ સાથે જીંગાની માછીમારી કરવા મામલે અવારનવાર બોલાચાલી થતી હોય એ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ડાબા પડખાના ભાગે ધારીયુ મારી તેમજ તલવારના ઘા ડાબા હાથે તથા ગાલ પર મારી તેમજ ત્યાં હાજર રહેલા આ બનાવના શાક્ષી આલમ વલીમામદ મોવરને પણ માથાના ભાગે લાકડીના ધોકાના ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી
જ્યારે સમાપક્ષે રોશનબેન શોકતઅલી મામદભાઇ મેર ઉ.વ.૪૫ એ આરોપીઓ અલીભાઇ કાસમભાઇ, આલમ વલીમામદ મોવર, નઝમાબેન શેરઅલી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના પતિ શોકતઅલી મામદભાઇ મેરને આરોપીઓ સાથે ઝીંગાની માછીમારી કરવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને જ વાતનો ખાર રાખી આ આરોપીઓએ ફરીયાદી તથા તેની સાથે રહેલા વ્યક્તિઓને બીભત્સ ગાળો આપી ફરીયાદી રોશનબેનને ધારીયાથી ડાબા હાથમા ઘા મારી ઇજા કરી અને ત્યાં રહેલા આ બનાવના સાક્ષી શોકતઅલી મામદભાઇ મેરને પણ મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેમાં માળિયા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે