માળીયા મીંયાણા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી ટ્રકમા દયનીય હાલતમા પાડા (જીવ) નંગ ૧૯ ભરી નીકળતા એક ઇસમને માળીયા મીંયાણા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. માળીયા મીયાણા પોલીસે ક્રૂરતા પૂર્વક બાંધેલા ૧૯ પાડા કિંમત રૂ. ૪૭,૫૦૦ તેમજ મીની આઇશર કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કુલ રૂ. ૨,૪૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો તેમજ અન્ય ગુનાહીત પ્રવૃતી અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ પશુઓ પ્રત્યે થતા કૃરતાના બનાવો અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી.જે અનુસંધાને માળીયા મીયાણા પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, માળીયા પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માળીયા મિયાણા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક વાદળી કલરનો મીની આઈસર ટક રજી નં. જી.જે.૧૯ યુ ૧૯૩૨ વાળાના ઠાઠામા તાલપત્રી બાંધી નીકળતા એક ટ્રકને રોકી ટ્રકના ઠાઠામા તાલપત્રી હટાવી ચેક કરતા ટ્રકના ઠાઠામા દયનીય હાલતમા પાડા નંગ ૧૯ ભરી પાડાઓને પીડા યાત્ના પહોચે તે રીતે દયનીય હાલતમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ટ્રકમા પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર પાડાઓને ભરી નીકળતા ઈમરાનભાઈ ઈકબાલભાઈ શેખની અટકાયત કરી તેના વિરુધ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ), (એચ) તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે ૧૯ પાડા આશરે કિંમત રૂ.૨૫૦૦ લેખે કુલ કીંમત રૂ.૪૭,૫૦૦ ગણી પાંજરાપોળ ખાખરેચી ગામ ખાતે રાખવામાં આવ્યા છે. તેમજ મીની આઈસર ટ્રક નં. જી.જે.૧૯ યુ ૧૯૩૨ ની કીંમત રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કુલ રૂ. ૨,૪૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, એ.એસ.આઈ વનરાજસિંહ બાબરીયા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ખેર, જયેન્દ્રસિંહ ભટ્ટી, મોસીનભાઈ સીદી દ્વારા કામગીરી કરવામાં આવી હતી.