માળીયા મીયાણા પોલીસે ચાચાવદરડા ગામે દરોડો પાડી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું પાડ્યું છે.જેમાં લાખોના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં છે. જયારે એક આરોપી નાશી છૂટ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસે બાતમીના આધારે ચાચાવદરડા ગામે દરોડો પાડી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે. જેમાં પોલીસે રાજસ્થાનના બે આરોપી નવદીપ પુરણભાઈ દુકિયા અને તારાચંદ હરલાલસિંગ દુકિયા (રહે.હાલ જામનગર મૂળ. રહે .બન્ને રાજસ્થાન) વાળા ની ધરપકડ કરી છે.જયારે પોલીસને આવતી જોઈ જતા દશરથ હુંબલ (રહે મોટી બરાર,તા.માળીયા મીયાણા) નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થયો હતો. તેમજ માળીયા મીયાણા પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી ૨૦ હજાર લિટરથી વધુ લાઈટ ડીઝલ ઓઇલ, RJ 14 GG 3790 નંબરનું ટેન્કર,બેરલ સહિત ૪૩.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી ને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ફરાર આરોપી દશરથ જશાભાઇ હુંબલ દ્વારકા થી કચ્છ તરફ જતા લાઈટ ડીઝલ ઓઇલ ના ટેન્કર ના ચાલકો સાથે ગોઠવણ કરી ને માળીયા મિયાણા ગામના ચાચાવદરડા ગામ નજીક આવેલ ખરાબામાં ટેન્કર લઈ આવી તેમાંથી ડીઝલ ઓઇલની ચોરી કરતા હતા તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.