માળીયા મીયાણા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ માળીયા મિયાણાના બે અસામાજિક ઈસમ સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડામાં ઘરે વીજ ચેકીંગ ટીમ સાથે ચેકીંગ કરી વીજ ચોરી પકડી રૂ. ૩,૦૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષકઅશોકકુમાર રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં આવેલ અસામાજીક તત્વો વીરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા જીલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચન કર્યું હતું. જેને લઇને નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલા મોરબીના માર્ગદર્શન હેઠળ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડા બંને રહે. માળીયા મીયાણાના અસામાજીક તત્વોના ઘરે પી.જી.વી.સી.એલ કચેચી પીપળીયાના નાયબઇજનેર એએસ અંબાણી તેમજ જુનિયર ઇજનેર એ.એ જાડેજા અને તેઓના સ્ટાફ સાથે અસામાજીક તત્વોના રહેણાંક મકાને રેઇડ કરી ગેર કાયદેસર વીજ ચોરી પકડી પાડી આશરે રૂપીયા ૩,૦૦,૦૦૦/-નો દંડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.