માળીયા મીયાણા પોલીસે ફિલ્મી ઢબે માળીયા મીં ત્રણ રસ્તા રોડ પરથી એક સ્કોર્પીયો ગાડીનો પીછો કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે, આરોપી કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કાર તથા દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસની ટિમ ગઈકાલે નાઇટ રાઉન્ડ હતી, તે દરમિયાન માળીયા મીં. ત્રણ રસ્તા રોડ પર પોલીસની એક ટિમ વાહન ચેકીંગમા હતી. જે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, મહીન્દ્રા કંપનીની GJ-36-AR-7027 નંબરની સ્કોર્પીયો કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક ભાગવાની કોશીષ કરતા પોલીસે ફિલ્મી ધાબે કારનો પીછો કરી કારણે રોકી ચેક કરતા ગાડીમાથી રૂ.૧,૧૨,૦૦૦/-ની કિંમતનો ૫૬૦ લીટર દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તથા રૂ.૫,૦૦,૦૦૦/-ની કિંમતની સ્કોર્પીયો કાર મળી કુલ રૂ.૬,૧૨,૦૦/-નો મુદામાલ પકડી પાડ્યો છે. જો કે, આરોપી સ્થળ પરથી નાશી જતા તેને વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.