માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામ માંથી સરકારી અનાજનો જથ્થાની ચોરીનો પર્દાફાશ માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી ગોદામમાંથી ઘઉં, ચોખા સહિતના કુલ રૂ.૪,૪૨,૭૫૦/- ના મુદામાલ સાથે બે ઇસમને માળીયા મીયાણા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ મોરબીના શનાળાના ફરાર એક ઈસમની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના કાર્યરત હતાં તે દરમિયાન આર.સી.ગોહિલ અને માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હતો. તે દરમ્યાન પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિહ ઝાલા, મનસુખભાઈ ચાવડાને સંયુકત બાતમી મળી કે, ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામ માંથી અમુક ઇસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરી આર્થીક લાભ મેળવે છે. અને હાલે તેઓની પ્રવુતી ચાલુ છે જે બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા સરકારી અનાજ ચોખાની (ચાવલ) lની બોરીઓ નંગ કુલ ૧૧ કુલ વજન ૫૫૦ કિલો કિંમત રૂ ૨૨.૦૦૦/-, ઘઉંની બોરીઓ નંગ ૪ કુલ વજન ૨૦૦ કિલો કિ.રૂ ૬૦૦૦/-, ઇક્કો ગાડી GJ-36-AF-1153 કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- , મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ ૧૦,૦૦૦/- અને રોકડા રૂપીયા ૪૭૫૦/ મળી કુલ રૂ. ૪,૪૨,૭૫૦/ ના મુદામાલ સાથે શીવરાજસિંગ કાલીયરન રાજપુત અને રાહુલ પુજારામ રાજપુત બનેં મધ્યપ્રદેશ વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રમેશભાઇ રહે. શનાળા તાલુકા મોરબી વાળાની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પોતાના મળતીયાઓ સાથે મળી સરકારી અનાજના ગોદામમાંથી કાયદેસરનો માલ વાહનોમાં ભરતી વખતે એનકેન પ્રકારે સરકારી અનાજનો જથ્થો ચોરી કરી રાત્રીના સમયે પોતાના વાહનમા ભરી વેચાણ કરવાની મોડસ ઓપરેન્ડી વાપરાતા હતા. જેઓની પુછપરછ કરતા પોતે ત્રણથી ચાર વખત આ પ્રકારે સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી બજારમા તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવતા હોવાનુ જણાવતા તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા, મોસીનભાઇ સીદી, મનસુખભાઇ ચાવડા, રવીભાઇ કણજરીયા, બીપીનભાઇ પરમાર, હરપાલસિંહ રાજપુત, રાજદીપસિંહ ઝાલા દ્રારા કામગીરી કરવામાં આવી હતી..