માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ બાળાઓને લાણી આપી નવરાત્રિના તહેવારમાં કોમી એકતાની મિશાલ પેશ કરી હતી.
માળિયા મીયાણા પોલીસે નવરાત્રીનું આયોજન કર્યું હતું. જે ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. માળીયા મીયાણા પોલીસે આયોજિત કરેલ ગરબીમાં કોમી એકતાના દર્શન થયા હતા. પોલીસ મથક ખાતે યોજાયેલ ગરબીમાં 70 જેટલી મુસ્લિમ અને 50 જેટલી હિંદુ બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ 120 જેટલી બાળાઓને દશેરાના પાવન દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર મહેશભાઈ અઘારાએ લ્હાણી આપીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોલીસ દ્રારા સોનાની બુટી ની જોડ તથા ચાંદીની પગમાં પેરવાની માછલી અપાઇ હતી. જ્યારે લાયંસ ક્લબ મોરબી દ્વારા કાચના બાઊલ 6-6 પીસ, કેપીટલ સીરામીક દ્વારા મુખવાસ દાની, દીવાલ ઘડીયાલ, કી સ્ટેન્ડ, ઈવા સીરામીક દ્વારા મગ, લેમીટ પેપર મીલ દ્વારા સોનાનો દાણો, એરા પ્લાસ્ટીક દ્વારા ફ્રુટ બાઊલ તથા પ્લાસ્ટીકના 3 ડબ્બા પીસ તેમજ અન્ય દાતાઓ અને મુસ્લીમ ધર્મગુરુ દ્રારા તમામ માટે ફ્રુટસલાડ તથા આઈસક્રીમ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ માળિયા મીયાણા પોલીસે સંચાલિત નવરાત્રીમાં કોમી એકતામાં દર્શન થતાં જોવા મળ્યા હતા.