માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે ભેંસ ચોરીની ફરિયાદ થઈ હતી.જે ચોરને પકડવા પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચેક કરી ભેંસ લઈ જતી શંકાસ્પદ બોલેરો કાર જોઈ તેની માહિતી એકત્રિત કરી ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બોલેરો અને બે ભેંસ મળી આવી હતી જેમાં પોલીસે કુલ ત્રણ ઇસમોની બે ભેંસ 1,40,000 તથા બોલેરો કાર કિંમત રૂ. 6,00,000 મળી કુલ મુદ્દામાલ કબ્જે કરી મોરબી અને કચ્છ જિલ્લામાંથી 30 પશુ ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બે ભેંસ ચોરાઈ ગયાની ફરિયાદ મળી હતી ત્યારે ચોરી કરેલ ઇસમોને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવા સતત પ્રયત્ન શીલ હતા. ત્યારે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ આધારે એક શંકાસ્પદ બોલેરો કાર રજી.નં. GJ-36- V-7225 વાળીમાં ભેંસ ભરેલ નીકળતા જોવામાં મળી આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ગઢવીએ પોતાના મોબાઇલ ફોનમાં પોકે કોપથી કારના નંબર સર્ચ કરી બોલેરો કાર વિજયભાઇ ગેલાભાઇ ભરવાડ રહે. ચુંપણી, તા.હળવદ વાળાના નામે રજીસ્ટર હોય તેથી ચુંપણી ગામે જઇ તપાસ કરતા કાર રાહુલભાઇ બાવાજીની વાડીએ પડેલ હોવાની જાણવા મળ્યું હતું. તે જગ્યાએ જઇ શંકાસ્પદ બોલેરો કાર તથા ૨ ભેંસ તથા રાહુલભાઇ અંબારામભાઇ બાવાજીને માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લઇ ખરાઈ કરતા ચોરીમાં ગયેલ બે ભેંસો કિંમત રૂ. 1,40,000 તથા બોલેરો કાર રજી.નં. GJ-36-V-7225 કિંમત રૂ. ૬,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવ્યા છે તેમજ ચોરીના ગુન્હામાં કુલ ત્રણ ઈસમો રાહુલભાઇ અંબારામભાઈ માર્ગી, હબીબભાઇ મુસાભાઇ મોવર અને તાજમહમદ ઇબ્રાહિમભાઇ મોવરની અટકાયત કરી છે જ્યારે અન્ય એક આરોપી ગોપાલભાઈ ગેલાભાઇ સેફાત્રાની અટકાયત કરવાની બાકી છે. તેમજ આરોપીની પુછપરછ કરતા અન્ય આઠ ગુન્હા કર્યાની કબૂલાત આપી હતી. જેમાં આજથી આશરે બે મહિના પહેલા માળીયા તાલુકાના અર્જીયાસર ખારી વિસ્તારમાં જંગલમાં ચરતી 5 ભેંસ તથા 1 પાડો, બાદ આઠેક દિવસ પછી માળીયા નદીમાંથી 1 ભેંસ અને 1 પાડો, બાદ છ-સાત દિવસ પછી કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયાની સીમ કટારીયા રોડ ઉપર વાડીમાં બાંધેલ 3 ભેંસ ચોરી કર્યાંની, બાદ ચાર-પાંચ દિવસ પછી વર્ષામેડી ગામના જંગલમાં ચરતી 2 ભેંસ, અને ત્યાર બાદ બે ત્રણ દિવસ પછી ટીકર ગામની આજુબાજુમાં પુલ પાસે રાત્રીના સમયે ઢોરનુ ધણ ચરંતુ તેમાંથી 3 ભેંસ, તેના ચાર-પાંચ દિવસ પછી કાળાઢોરા ગામના જંગલમાં ચરતી 2 ભેંસ તથા 1 પાડો, તેના ત્રણ-ચાર દિવસ પછી ખાખરાળા ગામે એક રહેણાંક મકાનમાં બાંધેલ 2 ભેંસ છોડી થોડે સુધી ચલાવી બોલેરોમાં ભરી ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેમજ આજથી પંદરેક દિવસ પહેલા બગસરા ગામે રોડ ઉપર બાંધેલ 1 પાડો તથા 1 નંગ પાડી છોડી કારમાં ભરી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આમ, માળીયા મીયાણા પોલીસે કુલ 30 પશુ ચોરીનો ભેદ ઉકેલી કુલ ત્રણ ઇસમોને પકડી પાડયા છે.