સુન્ની મુસ્લિમ મિયાણા જમાત, માળીયા મિયાણાના શહેરિજનો દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે નિર્દોષ નાગરીકો પર થયેલા આ ઘાતકી અને જઘન્ય આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીને માળીયા મીયાણા મામલતદાર હસ્તક ગૃહ મંત્રી અમિત શાહને આવેદન પત્ર પાઠવી આતંકવાદીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.
સુન્ની મુસ્લિમ મિયાણા જમાત, માળીયા મિયાણાના શહેરિજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બાઈસરણ ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો માનવતા પર કલંક છે અને આ કૃત્ય કરનારા તમામ ગુનેગારો સામે તીવ્ર રોષ વ્યક્ત માળીયા મીયાણા શહેરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે હુમલામાં ૨૭થી વધુ નિર્દોષ નાગરીકોના જીવ ગયા છે. જેમાં ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ વિદેશી નાગરિકો જેવા કે નેપાળ અને UAEના લોકોનો સમાવેશ થાય છે. જે અત્યંત દુઃખદ અને અક્ષમ્ય છે. ત્યારે આતંકી સંગઠનનો એકમાત્ર ઉદ્દેશ્ય આપણા ભારત દેશમાં અશાંતિ ફેલાવવાનો અને નિર્દોષ લોકોની હત્યા કરવાનો છે. ત્યારે આવા આતંકવાદી જૂથો અને તેમના સમર્થકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે તેમના આવા કાયરતાપૂર્ણ કૃત્યો ક્યારેય સફળ નહીં થાય અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને આવા કૃત્યો કરનારાઓ માનવતાના દુશ્મન છે. તેઓ સમાજમાં ભાગલા પાડીને પોતાનો દુષ્ટ એજન્ડા ચલાવવા માંગે છે. પરંતુ આપણે તેમને ક્યારેય સફળ થવા દઈશું નહીં. તમામ ભારતીયો એક છીએ અને આતંકવાદ સામેની લડાઈમાં આપણે એક સાથે ઊભા રહીશું. માળીયા મીયાણા શહેરીજનોએ મૌન રેલી દ્વારા શહિદોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમના પરિવાર પ્રત્યે ખૂબ જ દુ:ખ અનુભવીએ કર્યું અને મામ શહિદોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે, એવી ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ત્યારે દરેક ભારતિયો હમેંશા શાંતિ અને અખંડતામાં માનીએ છીએ કે આવા આતંકવાદી હુમલાઓથી સમાજમાં ભય અને વિભાજન ફેલાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આપણે સૌએ એક થવું જોઈએ. તેમ પણ જણાવ્યું હતું… તેમજ વધુમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી.