માળિયા ખાતે માળિયા (મિ.) રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નાના અને મધ્યમ વર્ગના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
માળિયા (મિ.) રાજવી પરિવાર દ્વારા માળિયા ખાતે ફ્રી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પરિવારે આમંત્રણને માન આપી આ કેમ્પની મુલાકાત કરી હતી. નાના અને મધ્યમ વર્ગ માટે આજે પણ આ રાજવી પરિવાર ચિંતિત હોય અને આવા અનેક સેવા કાર્ય કરતા રહે છે. તેમના આ કાર્યને બિરદાવી સેવા કાર્ય કરવા માટે પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પરિવારે મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને હાલ કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કે.ડી.જાડેજા બાપુ અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.