Tuesday, January 7, 2025
HomeGujaratમાળીયા (મી.) : વિદરકા ગામનાં પાટીયા નજીક કાર અને તુફાન વચ્ચે અકસ્માત,...

માળીયા (મી.) : વિદરકા ગામનાં પાટીયા નજીક કાર અને તુફાન વચ્ચે અકસ્માત, એકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા (મી.)માં કારખામાં રહી મજુરી કામ કરતાં રૂબીસીંગ સમરત કાવડેએ આરોપી i20 કાર નં. જીજે-૧૦-બીઆર-૭૭૧૫નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯ એપ્રિલનાં રેજ રાત્રે આશરે સાડા ત્રણેક વાગ્યે વિદરકા ગામનાં પાટીયા નજીક ડિસન્ટ હોટલ સામે આરોપી i20 કાર નં. જીજે-૧૦-બીઆર-૭૭૧૫નાં ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે બેફિકરાઈથી ચલાવી તુફાન ગાડી નં. એમપી-૪૮-સી-૨૫૬૮ સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો જેમાં તુફાન ડ્રાઈવર કરણ ગુલાબસીંગ રાજપુતને માથાનાં પાછળનાં ભાગે ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે i20 કારનો ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. માળીયા (મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!