Tuesday, November 26, 2024
HomeGujaratમાળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો

માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો

માળીયા (મી.) માળીયા તાલુકાકક્ષાનો કલા મહાકુંભ મોડેલ સ્કૂલ – મોટી બરાર ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી – મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મી.) તાલુકાકક્ષાના કલા મહાકુંભની ઉજવણી મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની વાઘેલા અંજુ પ્રથમ નંબરે વિજેતા થઇ છે. 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં ચિત્રસ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ઝાલા ઉર્વશી પ્રથમ નંબરે, ઝાલા નર્મદા દ્વિતીય નંબરે, રાઠોડ સુરતી તૃતીય નંબરે વિજેતા થયેલ છે. 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં ચિત્રસ્પર્ધામાં ધોળકિયા વિશ્વા પ્રથમ નંબરે, વાઘેલા પ્રિયાંશી દ્વિતીય નંબરે વિજેતા થયેલ છે.

નિબંધ લેખન સ્પર્ધામાં 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની પ્રથમ નંબરે, ડાંગર નિલમ દ્વિતીય નંબરે, વઘોરા રાધિકા તૃતીય નંબરે વિજેતા થઇ છે. લોકગીત-ભજનમાં 15 થી 20 વર્ષના વિભાગના સ્પર્ધકોમાં મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થિની ચાવડા પ્રિન્સી પ્રથમ નંબરે, નાચીયા રોશન દ્વિતીય નંબરે, ચૌહાણ આશા તૃતીય નંબરે વિજેતા થઇ છે.

શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને તાલુકા કક્ષાએ નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-મોરબી દ્વારા પ્રમાણપત્ર આપી જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!