Thursday, June 12, 2025
HomeGujaratમાળીયા(મી): યુવતીને ઇન્સ્ટાગ્રામમાં અને ફોન દ્વારા હેરાન કરી ધમકી આપનાર યુવક સામે...

માળીયા(મી): યુવતીને ઇન્સ્ટાગ્રામમાં અને ફોન દ્વારા હેરાન કરી ધમકી આપનાર યુવક સામે ફરિયાદ નોંધાઈ. 

યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં પરિચય કેળવી વાત કરવા દબાણ કરી, ભાઈના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના યુવક વિરૂદ્ધ અનુસૂચિત જાતિની યુવતીને સોશિયલ મિડીયા અને ફોન દ્વારા તેમજ રૂબરૂ વારંવાર હેરાનગતિ અને ધમકી આપવાના ગુનામા માળીયા(મી) પોલીસ મથકમાં બીએનએસ અને અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માળીયા(મી) તાલુકાના ગ્રામ્યમાં રહેતી મહિલા દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી હાર્દિક નકુમ દલવાડી રહે. મોરબી પંચાસર ચોકડી વાડી વિસ્તારમાં રહેતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હાર્દિક નકુમે સાહેદ સાથે ઇન્સ્ટાગ્રામ સોશીયલ મિડીયા મારફતે પરીચય કેળવ્યો હતો. ત્યારે એકબીજા ચેટીંગ કરી ફોન ઉપર વાતચીત કરવાનો દૌર શરૂ થયો હતો. જેમા સાહેદ પોતે અનુસુચીત જાતીના હોવાનુ આરોપી હાર્દિક નકુમને જણાવવા છતા, આરોપીએ સાહેદને ફોન કરી પોતાની સાથે વાત કરવા માટે હેરાન પરેશાન કરતો હતો, જો સાહેદ ફોનમા આરોપી યુવક સાથે વાત ન કરે અથવા સાહેદના ભાઇ ફોનમા વાત ન કરવા દે તો તેના ભાઇના હાથ પગ ભાંગી નાખવાની ગુનાહીત ધમકી ફોનમા તથા સાહેદ આરોપી હાર્દિકને સમજાવવા માટે મળવા માટે ગયેલ ત્યારે રૂબરૂમા પણ તે પ્રકારની ધમકી આપી સબંધ ચાલુ રાખવા દબાણ કરી ગુન્હાહીત ધમકી આપતો, ત્યારે સમગ્ર બનાવ મામલે માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા અટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક વી.બી. દલવાડી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!