માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામ નજીક અણીયારી ટોલનાકા પાસે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટીની થેલી લઈને જઈ રહેલા આરોપી નવઘણભાઈ ગોરધનભાઇ સીતાપરા ઉવ.૩૧ રહે. સુલતાનપુર ગામ તા.માળીયા(મી) રોકી માળીયા(મી) પોલીસે તેને કોર્ડન કરી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૨ બોટલ કિ.રૂ.૧૩૭૨/- અને કિંગફીશર બિયરના ૭ નંગ ટીન કિ.રૂ.૭૦૦/- એમ કુલ રૂ.૨૦૭૨/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી નવઘણભાઈ સીતાપરાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.