માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા રાજસ્થાની શખ્સને માળીયા(મી)ની આરામ હોટલ ખાતેથી ઝડપી લઈ માળીયા(મી) પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ મથક પીઆઇ કે.કે.દરબારની સુચના હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હોય તે દરમ્યાન ઇગ્લીશ દારૂના ગુન્હામા નાસતો ફરતા લીસ્ટેડ આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત વાળાનુ નામદાર કોર્ટ તરફથી વોરંટ મેળવી, હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સાધનનો ઉપયોગ કરી આરોપીને પકડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પો.હેડ.કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કોન્સ હરપાલસિંહ રાજપુત, રવીભાઇ મીયાત્રાને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયે પ્રોહીબીશન ગુનાનો ઉપરોક્ત આરોપી છેલ્લા ત્રણ મહીનાથી નાસતો ફરતો હોય જે આરોપી હાલ માળીયા(મીં) આરામ હોટેલ પાસે આવેલની ચોક્કસ હકીકત મળેલ હોય જે આધારે તે સ્થળે તપાસ કરતા આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત રહે.રાજવા ગામ બીલાવર થાના બાર તા.જી.બ્યાવર (રાજસ્થાન) વાળો મળી આવતા તેની અટક કરી માળીયા(મી) પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.