Sunday, February 8, 2026
HomeGujaratમાળીયા(મી): સુરજબારી પુલ નજીક ટેન્કર પલટી મારી જતા ચાલકનું મોત

માળીયા(મી): સુરજબારી પુલ નજીક ટેન્કર પલટી મારી જતા ચાલકનું મોત

માળીયા(મી): સુરજબારી પુલ તથા ચેક પોસ્ટ વચ્ચે કંડલા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર પુર ઝડપે આવતા ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા, ટેન્કર રોડ ઉપર પલટી મારી ગયું હતું, જે અકસ્માતમાં રાજસ્થાનના ટેન્કર ચાલક વાહનની નીચે દબાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગત તા.૦૬/૦૨ના રોજ કંડલાથી પામોલીન તેલ ભરી છતરાલ(કડી) જઈ રહેલ ટેન્કર રજી.નં. જીજે-૧૨-બીએકસ-૩૮૭૦ કંડલા-મોરબી નેશનલ હાઇવે ઉપર પલટી મારી જવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ટેન્કર ચાલક મુકેશ લાલા મીણા ઉવ.૨૮ રહે. ઉમેદા ફળીયું જી.ડુંગરપુર દેવલ સીસોદ રાજસ્થાન વાળાએ પોતાનું વાહન ફુલસ્પીડમાં ચલાવી જતા હોય તે દરમિયાન સુરજબારી પુલ તથા ચેક પોસ્ટ વચ્ચે કંડલા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી જતા, ચાલક મુકેશ મીણા ટેન્કર નીચે દબાઈ જતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી મૃતક ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!