બાઇકમાં આવેલ માળીયા(મી)ના બે ઈસમોએ આધેડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી, સ્વીફ્ટ કારમાં પણ નુકસાની કરી
માળીયા(મી) વિસાલા હોટલના ગ્રાઉન્ડમાં ચીખલી ગામના આધેડ પોતાની કાર સર્વિસમાં મૂકી હતી ત્યારે ત્યાં માળીયા(મી) રહેતા બે ઈસમો મોટર સાયકલમાં ધોકા અને ધારીયા જેવા હથિયાર ધારણ કરી આવી આધેડને વિના કારણે આડેધડ ધોકા ધારીયા વડે માર મારી, બંને પગમાં અને એક હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી તેમજ સર્વિસમાં મુકેલ કારમાં પણ નુકસાની પહોંચાડી હતી, ત્યારે આજુબાજુથી લોકો એકઠા થયેલ જોતા બંને ઈસમો આધેડને જાનથી મારી નાખવાની ધમકી દઈ સ્થળ ઉપરથી નાસી ગયા હતા, હાલ ભોગ બનનારે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના ચીખલી ગામે રહેતા સલીમભાઈ કરીમભાઈ કટીયા ઉવ.૪૨ માળીયા(મી)પોલીસ મથકમાં આરોપી સાહિલ રણમલભાઈ મોવર તથા આરોપી મોસીન નુરાલીભાઈ મોવર એમ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ફરિયાદી સલીમભાઈ ગઈ તા.૨૬/૧૨ના રોજ પોતાની સ્વીફ્ટ કાર રજી. જીજે-૧૩-સીસી-૪૩૦૭ લઈને પોતાના ગામ ચીખલીથી મોરબી ગયા હતા જ્યાંથી પરત આવતા હોય ત્યારે બપોરના ૧૨ વાગ્યા આસપાસ માળીયા(મી) ખાતે આવેલ વિસાલા હોટલના ગ્રાઉન્ડમાં બાબુભાઇ ગાડી સર્વિસવાળાને ત્યાં પોતાની સ્વીફ્ટ કાર સર્વિસમાં મૂકી હતી, તે દરમિયાન ત્યાં ઉપરોક્ત બંને આરોપીઓ મોટરસાયકલમાં આવીને સલીમભાઈની કોઈ કારણ વિના ધોકા ધારીયાથી માર મારવા લાગ્યા હતા, અને સર્વિસમાં મુકેલી સ્વીફ્ટ કારમાં પણ બંને ઈસમોએ ધોકા ધારીયા આડેધડ ઘા મારી નુકસાની કરવા લાગ્યા હતા, ત્યારે બુમાબુમ થતા આજુબાજુથી લોકો એકઠા થઇ જતા બંને ઈસમો સલીમભાઈની આજે તો તું બચી ગયો બીજીવાર મળીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી દઈને ત્યાંથી નાસી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ સલીમભાઈની મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સલીમભાઈની બંને પગમાં તાંતબ એક હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચ્યાંનું ડોક્ટરે જણાવ્યું હતું, જે મુજબની ફરિયાદને આધારે હાલ માળીયા(મી) પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.