માળીયા(મી)ના કચ્છ હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં મોટર સાયકલ સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ પ્રૌઢ ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, માળીયા(મી) તાલુકાના હરિપર રહેતા શુભાનભાઈ નૂરમહમદભાઈ પાયક ઉવ.૫૧ અને તેમના કુટુંબી કાકાનો દીકરો સતારભાઈ કાસમભાઈ પાયક ગઈ તા.૧૦/૦૯ ના રોજ સાંજના અરસામાં મોટર સાયકલ રજી.નં. જીજે-૧૨-ઈકે-૬૬૩૫ લઈને માળીયા રોડ ગેસ પંપ નજીક પાર્સલ લેવા જતા હતા ત્યારે સતારભાઈ દ્વારા મોટર સાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા હોય તે દરમિયાન કચ્છ-મોરબી નેશનલ હાઇવે શહેનશાવલીના પાટીયા પાસે રોડ ઉપર ખાડો આવતા મોટર સાયકલ પુરઝડપમાં હોય જેથી સતારભાઈએ મોટર સાયકલ ઉપર કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થસી ગયું હતું, ત્યારે બંને રોડ ઉપર પટકાયા હતા, જેથી શુભાનભાઈને માથામાં તેમજ મોટર સાયકલ ચાલક સતારભાઈને પણ માથાના ગંભીર ઇજાઓ થતા તેઓ સ્થળ ઉપર બેભાન થઈ ગયા હતા, જે બાદ બંનેને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર હેઠળ લઈ જતા જ્યાં સતારભાઈનું એક દિવસની ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અક્ષણતની ઘટના અંગે શુભાનભાઈએ મૃતક સતારભાઈ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મૃતક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.