માળીયા(મી)પોલીસે વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે મોરબીના એક શખ્સની કરી અટક
માળીયા(મી)ના ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે ઇકો કારમાં વિદેશી દારૂની ૧૨ બોટલ લઈ હેરાફેરી કરતા મોરબીના એક ઇસમની માળીયા(મી) પોલીસે અટકાયત કરી છે, આ સાથે પોલીસે ઇકો કાર તથા વિદેશી દારૂ સહિત ૩.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસ મથક ટીમ કચ્છ-માળીયા હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરી કરતી હોય તે દરમિયાન કચ્છથી મોરબી તરફ આવતી ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૬૮૮૫ વાળી કાર રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિ.રૂ.૮,૨૩૨/- મળી આવી હતી, જેથી વિદેશી દારૂની વેચાણ અર્થે હેરાફેરી કરતા ઇકો કાર ચાલક આરોપી એજાજભાઈ સલીમભાઈ ભટ્ટી ઉવ.૨૪ રહે.મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક દિલ્લી દરબારવાળી શેરીવાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ઇકો કાર તથા વિદેશી દારૂ સહિત કિ.રૂ.૩,૫૮,૨૩૨/-નો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.