માળીયા(મી) ગામની સીમમાં ગુલાબડી વિસ્તાર પાસેથી એક ઇસમને હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર ) સાથે માળીયા(મી)પોલીસે એક શખ્સને દબોચી લઈ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નો ધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ મથકના કોન્સ રાયમલભાઇ શીયાર તથા જયપાલસિંહ ઝાલાને સંયુકતમાં મળેલ ખાનગી હકીકત આધારે માળીયા(મી) ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડીયા કારખાને જવાના રસ્તેથી આરોપી સિંકદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા રહે.માળીયા(મી) સરકારી હોસ્પીટલ પાસે વાળાને એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથીયાર નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/-ના સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.