માળીયા(મી) પોલીસે ટાઉનમાં તેમજ ખાખરેચી ગામ તથા વવાણીયા ગામે રેઇડ કરી જાહેરમાં વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા ત્રણને ઝડપી લેવાયા છે.
પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી)માં મેઈન બજારમાં આવેલ પોસ્ટ ઓફીસ પાછળ અવાવરું જગ્યામાં નોટબુકમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા દોશમામદભાઈ મામદભાઈ કટીયા ઉવ.૫૦ રહે.માળીયા મીં. વાડા વિસ્તારવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૪૫૦/-જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાખરેચી ગામના બસ સ્ટેન્ડ નજીક વર્લીના આંકડાનો જુગાર રમતા આરોપી હાર્દિક કાંતિભાઇ અઘારા ઉવ.૨૭ રહે. ખાખરેચી ગામવાળાની અટકાયત કરવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી વર્લી આકડાંનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે ત્રીજા દરોડામાં માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝાંપા નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા ઉપર રૂપિયાની લેતી દેતી કરી નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા નિજામ ગનીભાઇ કટીયા ઉવ.૩૦ રહે.તાલુકા શાળા પાછળ માળીયા(મી)વાળાને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબ્જામાંથી વર્લી આકડાંના જુગાર રમવાનું સાહિત્ય તથા રૂ.૪૭૦/-રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.