રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસને ચાર્ટર મુજબની કામગીરી કરવા જેમાં ગેર કાયદેશર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી. જેને લઈ કાર્યવાહી કરતા દરમિયાન માળીયા મી. પોલીસની ટીમે દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે માળીયા મી. પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળેલ કે, માળીયા હળવદ હાઇવે માણાબા ગામના પાટીયા પાસે રહેલ એક શખ્સ પાસે હાથ બનાવટનો દેશી તમચો(બંદુક) છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ચંદુભાઇ ઉર્ફે ઉફ મોતીભાઇ નગવાડીયા નામનો શખ્સ સીંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમચો(બંદુક) સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી અને તેણે આ બંદૂક ક્યાંથી લીધી તે દીધી તપાસ શરુ કરી છે.