કાર ચાલકની બાજુમાં બેઠેલ ઈસમ ડમડમ હાલતમાં પકડાતા તેની સામે બીજો અલગથી કેસ નોંધાયો
માળીયા(મી): કચ્છ-મોરબી હાઇવે ઉપર ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળેલ બે ઇસમોને માળીયા(મી) પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે ૧૫ લાખ કિંમતની કાર અને વિદેશી દારૂની બોટલ સહિત ૧૫,૦૧,૨૭૫/- નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે કાર ચાલકની બાજુની સીટમાં બેઠેલ ઈસમ નશો કરેલ હાલતમાં હોય જેથી માળીયા(મી) પોલીસે તેની વિરુદ્ધ બીજો અલગથી કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ૩૧ ડિસેમ્બરને અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હોય ત્યારે માળીયા(મી) પોલીસ ટીમ કચ્છ-મોરબી હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ તથા નશો કરેલી હાલતમાં નીકળતા વાહન ચાલકોને પકડી લેવાની કામગીરીમાં હોય તે દરમિયાન રાત્રીના ૧૧:૩૦ વાગ્યે કચ્છ તરફથી આવતી ટાટા હેરિયર કાર રજી.નં. રજી. નં. આરજે-૨૨-સીસી-૪૧૮૪ આવતા તેને રોકી તેની તલાસી લેતા કાર ચાલકની સીટ નીચેથી વિદેશી દારૂ બકાર્ડિ રમ ની એક બોટલ મળી આવી હતી, જેથી કાર સવાર આરોપી રાજેશભાઇ હરિરામભાઈ દેવાશી ઉવ.૨૦ રહે.વાડીયા ગામ(રાજસ્થાન) તથા કાર ચાલકની બાજુની સીટમાં બેઠેલ આરોપી ખુશાલભાઈ હીરાલાલભાઈ જોશી ઉવ.૨૨ રહે. હાલ વડોદરા તરસણી આર્મપલી રેસિડેન્સી એ ટાવર મૂળ રહે.આઉઆ તા. મારવાડ(રાજસ્થાન) વાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વિદેશી દારૂની બોટલ તથા ટાટા હેરિયર કાર સહિત ૧૫, ૦૧,૨૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યવાહી દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલ આરોપી ખુશાલભાઈ હીરાલાલભાઈ જોશી ઉવ.૨૨ રહે. હાલ વડોદરા તરસણી આર્મપલી રેસિડેન્સી એ ટાવર મૂળ રહે.આઉઆ તા. મારવાડ(રાજસ્થાન) વાળો કેફી પ્રવાહીનો નશો કરેલ હાલતમાં મળી આવ્યો હોય જેથી તેની સામે માળીયા(મી) પોલીસે બીજો અલગથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.