માળીયા(મી): કચ્છ હાઇવે રોડ ઉપર આવેલી ખોડીયાર કાઠીયાવાડી હોટલના રૂમમાં રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાલ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ મુજબ, મૂળ રાજસ્થાનના રાજસમદ જીલ્લાના મોડા કાકર ગામનો રહેવાસી ફુકરાજ કલ્યાણસિંહ રાવતરાજપુત ઉવ.૧૮ જે હાલ માળીયા(મી) કચ્છ હાઇવે રોડ પર આવેલી ખોડીયાર કાઠીયાવાડી હોટલના રૂમ નં. ૧માં રહેતો હતો. ત્યારે કોઈ અજાણ્યા કારણસર યુવકે હોટલના રૂમ નં.૧માં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે માળીયા(મી) પોલીસને જાણ કરતા, પોલીસ સ્થળ ઉપર પહોંચી હોટલના મેનેજર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









