Saturday, February 14, 2026
HomeGujaratમાળીયા(મી) મોટી બરાર ગામ નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત

માળીયા(મી) મોટી બરાર ગામ નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત

માળીયા(મી)ના મોટી બરાર નજીક રોડ ઉપર બાઇક ચાલકે પોતાનું બાઇક ફૂલ સ્પીડમાં ચલાવી ટ્રક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટ્રક ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામ નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતની મળતી વિગતો મુજબ, ગઈ તા.૧૦/૦૨ના રોજ પીપળીયા ચાર રસ્તાથી માળીયા(મી) તરફ જઈ રહેલ ટ્રક રજી.નં. જીજે-૧૨-એટી-૫૮૦૯ ના ચાલક નારાયણરામ પ્રહલાદરામ ચૌધરી મૂળ રાજસ્થાનના વતની હાલ સામખીયાળી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેતા હોય જેઓ પોતાનો ટ્રક પોતાની સાઈડમાં ચલાવીને જતા હોય તે દરમિયાન સામેથી ફૂલ સ્પીડમાં આવતા મોટર સાયકલ રજી.નં. એમપી-૬૯-ઝેડડી-૨૮૪૮ના ચાલક સંજય સુંદરસિંહ માવી ઉવ.૨૯ હાલ રહે. કુંભરીયા ગામ તા.માળીયા(મી) મૂળ બાવડી ફળીયા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો રોડ વચ્ચેના વાઈટ પટ્ટા ક્રોસ કરી સામેથી આવતા ટ્રકના ડ્રાઇવિંગ સાઈડમાં મોટર સાયકલ અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે બાદ મોટર સાયકલ ચાલકને ૧૦૮ મારફત સારવાર અર્થે મોરબી જ્યાંથી રાજકોટ સારવાર માટે દાખલ કર્યો હતો જ્યાં ચાલુ સારવાર દરમિયાન સંજય માવીનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટ્રક ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક બાઇક ચાલક સંજય માવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!