માળીયા(મી)ટાઉનમાં મેઈન બજારમાં આવેલ મદ્રાશા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ ડાયરીમાં લખી પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા આરોપી નૂરમામદભાઈ અબ્દુલભાઇ લધાણી ઉવ.૪૦ રહે.ખાખરેચી તા.માળીયા(મી) વાળાને ઝડપી લેવાયો હતો, આ સાથે માળીયા(મી) પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આકડાઓના જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આખી છે.