મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા એક ઈસમને પકડી પાડ્યો છે. જયારે અન્ય એક ઈસમ ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે રેઇડ કરી દરગાહના ઓટલા પર જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા કાલીકા પ્લૉટ નર્મદા હોલની બાજુમા રહેતા દોસમામદભાઈ જુમાભાઈ જામ નામના શખ્સને પકડી પાડ્યા છે. જયારે જોન્સનગર મોરબીમાં રહેતા જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી નામના શખ્સ સ્થળ પર મળી ન આવતા તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે વર્લીફીચરનું સાહિત્ય મળી કુલ રૂ.૧૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, દોસમામદભાઈ વર્લીના આકડાઓ લઈને જાવેદભાઈ નામના શખ્સ પાસેથી કપાત કરાવતો હતો.