જાહેરમાં અશ્લીલ હરકતો કરતો ઈસમ ઝડપાયો,પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર એક ઈસમ દ્વારા જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતો વિડીઓ વાયરલ થયો હતો. ત્યારે પોલીસ દ્વારા વાયરલ વિડીઓના આધારે તપાસ શરૂ કરી આરોપીને તેના રહેણાંક મકાનેથી ઝડપી લઈ તેની અટકાયત કરવામાં આવી છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ નજીક એક અત્યંત ધૃણાસ્પદ બનેલી ઘટનાનો વાયરલ થયેલ વિડીઓમાં એક ઈસમ જાહેરમાં પોતાનું પેન્ટ ઉતારી બીભત્સ ચેનચાળા કરતો જોવા મળ્યો હતો.આ વિડીઓ વાયરલ થવા સાથે જ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પીઆઈ આર એસ પટેલની સૂચના અનુસાર ડી સ્ટાફ,શી ટીમ સહિત ની ટીમો આ ઇસમને પકડી પાડવા કામે લાગી હતી અને વાયરલ વિડીઓના આધારે આરોપીની ઓળખ કરી આરોપી અશ્વિનભાઈ મુળજીભાઈ ચાવડા ઉવ.૩૫ ને તેના રહેણાંક મોરબી ગોકુળનગર, જોધાણીની વાડી-વિસ્તારમાંથી ઝડપી લઈ તેની વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.