Saturday, November 1, 2025
HomeGujaratમોરબી-કંડલા બાયપાસ રોડ પરથી રીક્ષામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો ઈસમ...

મોરબી-કંડલા બાયપાસ રોડ પરથી રીક્ષામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો :બે ફરાર

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે ગઈકાલે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા મોરબી-કંડલા બાયપાસ રોડ જુના આર.ટી.ઓ.કચેરી પાસેથી ક્ષામાં ચોર ખાનુ બનાવી તેમા અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પકડી પાડ્યો છે. ત્યારે આ ગુન્હાની તપાસમાં વધુ બે ઇસમોના નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રવીરાજ ચોકડી તરફથી એક GJ20V1204 નંબરની ઓટો રીક્ષામાં ચોર ખાનામાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. જે રીક્ષા રવીરાજ ચોકડી તરફથી નવલખી ફાટક તરફ આવે છે. જે બાતમીનાં આધારે મોરબી-કંડલા બાયપાસ રોડ જુના આર.ટી.ઓ.કચેરી પાસે રોડ ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચની ટિમ ઓટોરીક્ષાની વોચમાં હતી. તે દરમિયાન GJ03BX 8216 નંબરની ઓટો રીક્ષા પાછળ હકીકત વાળી ઓટો રીક્ષા નીકળતા તેની રોકી આગળની રીક્ષા બાબતે પુછતા તે આ રીક્ષાનુ પાયલોટીંગ કરનાર હોવાનું જણાવતા પાયલોટીંગ કરનાર રીક્ષાનો પીછો કરતા તેમાં બેઠેલ બે ઇસમો નાશી છૂટ્યા હતા. જો કે, રીક્ષામાંથી બે મોબાઇલ રેઢા મળી આવ્યા હતા અને હકીકત વાળી ઓટો રીક્ષા ચેક કરતા તેના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાંથી ઓલ સીઝન ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૪૮ બોટલ રૂ.૬૭,૨૦૦/- તથા રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૪૮ બોટલ રૂ.૬૨,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે બંને તથા મોબાઈલ મળી કુલ રૂ.૨,૩૯,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુરજ રાજેશભાઇ તીવારીની અટકાયત કરી છે. અને ફરાર આરોપીઓ મુન્નો પલીત તથા શાહરૂખને પકડવા ચક્રો ગતિમાન કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!