Wednesday, August 13, 2025
HomeGujaratમોરબીમાં દોઢ તોલાની સોનાના ચેઇન ચીલઝડપ કરનાર ઈસમ પકડાયો;૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે

મોરબીમાં દોઢ તોલાની સોનાના ચેઇન ચીલઝડપ કરનાર ઈસમ પકડાયો;૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમે શહેરમાં થયેલી ચીલઝડપની ઘટનાનો ભેદ ઉકેલી એક ઇસમને ચીલ ઝડપ કરવા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ તથા લૂંટ કરેલ સોનાનો ચેઇન સહિતના મુદ્દામાલ સાથે પકડી લઈ, આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ગઈ તારીખ ૦૪/૦૮ની સાંજે ભારતીબેન દિપકભાઈ પારેખ ઉવ.૬૨ રહે. પારેખ શેરી ગ્રીન ચોક મોરબીના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન અજાણ્યો ઈસમ ખેંચી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા, સ્થાનિક દુકાનોના કેમેરા તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી, તે દરમિયાન મળેલી બાતમી મુજબ, ચીલઝડપ કરનાર ઈસમ ચોરીમાં ઉપયોગ કરેલી હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે સીવિલ હોસ્પિટલ આગળ ઉભો હોય, જેથી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને રોકી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. આ સાથે પોલીસે આરોપી અજીતભાઈ હરેશભાઈ મુછડીયા ઉવ.૨૫ રહે. સુઝલોન ગેસ્ટ હાઉસ પવનસુત એપાર્ટમેન્ટ શકિતપ્લોટ મોરબી મૂળરહે શ્રીનગર સોસાયટી વંથલી રોડ, જુનાગઢ વાળાની અટક કરી હતી. પોલીસે આરોપી પાસેથી દોઢ તોલા સોનાની ચેઇન કિ.રમ૧.૦૫ લાખ તથા હોન્ડા સાઇન મોટરસાયકલ કિ.રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!