Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં મહિલાને "ઓપન માર્કેટમા" વેચી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો:અગાઉ પણ પોલીસ...

મોરબીમાં મહિલાને “ઓપન માર્કેટમા” વેચી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો:અગાઉ પણ પોલીસ સાથે ઝપાઝપી કરી ધમકી આપવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે

મોરબીમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સે તેના કૌટુંબિક બહેન ને જ વોટ્સએપમાં અભદ્ર મેસેજ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી છે તેમજ આરોપી અગાઉ પણ પોલીસ ને ધમકી આપી તેમજ ફરજ પર રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં એક મહિલાને મોરબીના રવાપર રોડ શારદા સોસાયટી ખાતે રહેતા અને કૌટુંબિક ભાઈ નિરવ દિનેશભાઇ બકરાણીયાએ વોટ્સ એપ ઉપર અભદ્ર મેસેજ કરી તેમજ વોટ્સ એપ ઉપરથી તને ઓપન માર્કેટમા વેચી નાખીશ તેવી ઘમકી આપતા મહિલાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી ગત ચુંટણીમાં ચેકીંગ દરમીયાન પણ કાગદડી નજીક ચેકપોસ્ટ પર પોલીસને ધમકી આપવામાં ગુનામાં ઝડપાયો હતો. જેમાં તેના વિરૂદ્ધ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે મોરબી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!