મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની મોરબી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. અને તેને મુંબઈ લઈ જવા મુંબઈથી પોલીસ રવાના થઈ છે.
મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલા એક અજાણ્યા વ્યક્તિએ ધીરુભાઈ અંબાણી સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ લગાવ્યો હતો. અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે ઓળખ કાર્ડની વિગતોના આધારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ (BKC) પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ FIR નોંધી તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા અને કોલ ટ્રેસ કરી ને તપાસ હાથ ધરી હતી જેમાં તેઓને ગઇકાલે મહત્વની કડી મળી હતી અને આરોપી નુ લોકેશન મોરબી માં હોવાનું જાણવા મળ્યું હતું તુરંત મુંબઈ પોલીસ ની ટીમ દ્વારા મોરબી આવી ને આરોપી વિક્રમસિંહ ઝોરૂભા ઝાલા (રહે. માળીયા વનાળીયા સોસાયટી ,મોરબી)ને દબોચી લીધો હતો બાદમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ માં અંગે નોંધ કરાવવામાં આવી હતી ત્યાર બાદ મુંબઇ પોલીસ આરોપી ને લઈને મુંબઈ રવાના થઈ ગઈ હતી જેમાં પ્રાથમિક પુછપરછ માં આરોપીએ કબૂલાત આપી હતી કે આવા કૃત્ય કરવાથી તેની ધરપકડ થશે. અને તેને અંબાણી અને દેશના તમામ લોકો ઓળખે તે માટે આ પ્રકારનો ફોન કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.