મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાની સુચનાથી મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે સગીરવયની દિકરીના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને નોઇડા (યુપી)થી શોધી કાઢવા આવી છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૭/૧/૨૦૨૩ ના રોજ ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે તેમની સગીરવયની દિકરીને સંજય ચંદનસિંહ યાદર (રહે.બડાગાવ જસરાના ફીરોદાબાદ (યુપી)) વાળો લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ ગયેલ છે. જેને લઇ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો નોંધવામાં કરવામા આવેલ હતો. જેની તપાસ દરમ્યાન આરોપી તથા ભોગબનનાર છોકરી નોઇડા (યુ.પી) ખાતે હોવાની હયમુન સોર્સસથી તેમજ ટેકનીકલ માધ્યમથી ચોકક્સ બાતમી મળેલ હોય જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા (યુ.પી) ખાતે મોકલતા નોઇડાથી ભોગબનનાર સગીરવયની છોકરી તથા સંજય શ્રીચંદનસિંહ પાલ મળી આવતા તેઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.