ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને ધ્રાંગધ્રા રેન્જ સ્ટાફ દ્રારા ઘુડખર અભયારણ્ય વિભાગ તથા તેને સલગ્ન રેવન્યુ વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન વન્યપ્રાણી રેન્જ ધ્રાંગધ્રાનાં આધિકારીઓએ વન્યપ્રાણી રેન્જ ધ્રાંગધ્રા અભયારણ્ય વિસ્તારના ધાગધ્રા WL રાઉન્ડની નિમકનગરના નિમકનગર ચેકપોસ્ટથી વસરાજ દાદા તરફ જતા રસ્તા પર એક શખ્સને રોકી પૂછપરછ કરતા તેની પાસે પાસ પરમિટ ના હોય જે બીનઅધિકૃતિ રીતે અપપ્રવેશ કરેલ હોબાનું જાણવા મળતા વન્યપ્રાણી રેન્જ-ધ્રાંગધ્રાના રિક્ષેત્ર વન અધિકારી (Class-2 GFS) ચેતન બી.ગૌસ્વામીએ કાજડિયા મહેબૂબ મુસા (રહે.ખારાગોડા તા.દસાડા જી.સુરેન્દ્રનગર)ને પકડી પાડી તેની પાસે રહેલ 3 હિટાચી અને (લૉન્ચર)ટ્રેઇલર કે જેની અંદાજીત કિંમત રૂ/- ૪૫ લાખ તથા રૂ.૧૧ લાખની કિંમતના 2 ટેન્કર તેમજ રૂ.૪ લાખની કિંમતનો 1 ટ્રેકટર મળી કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યું છે. જો કે આરોપીને થોડીવારમાં જ જવાબ લઈ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.