વાંકાનેર શહેરના મીલ પ્લોટ ચોક પાસે જાહેરમાં વર્લી ફીચર્સના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમ વાંકાનેર સીટી પોલીસના હાથ ચઢ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ.૧૦,૦૯૦ની રોકડ તથા જુગારનો સામાન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે, નરેશ પ્રેમજીભાઈ બાવળીયા રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળો જાહેરમાં વર્લી ફીચર્સના આંકડા લખી જુગાર રમી રમાડે છે. જેથી પોલીસે તુરંત બાતમીને આધારે રેઇડ કરતા મિલ પ્લોટ ચોક ખાતેથી આરોપી નરેશ બાવળીયા વર્લી મટકાના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લીના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૧૦,૦૯૦ની રોકડ સાથે તેની અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.