મોરબીમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ટ્રક ચાલકો પોતાનું ટ્રક બેફામ રીતે હંકારી તથા લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી અકસ્માતો સર્જે છે. જેને કારણે કેટલાક બનાવોમાં લોકો ગંભીર રીતે ઘવાય છે. તો કેટલાક બનાવોમાં લોકોનું મોત પણ નીપજે છે. ત્યારે આવી જ એક ઘટના હળવદ માળીયા હાઇવે રોડ પરથી સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે લોકોને અડચણ રૂપ થાય તેવી રીતે ટ્રક પાર્ક કરી ચાલ્યો જતા એક બાઈક બંધ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, તા.૧૦/૧૧/૨૦૨૨ના રોજ GJ-12-BX-5262 નંબરના ટ્રકના ચાલકે પોતાનું વાહન રાહદારીઓને અડચણ રૂપ તેમજ રાહદારીઓની જીંદગી જોખમાઇ તે રીતે પાર્કીગ કરી અને લાઇટ કે સાઇડલાઇટ ચાલુ નહી રાખી,કે પાછળ કોઇ પણ આડસ વગર હાઇવે રોડ ઉપર બેદકારી પુર્વક ઉભુ રાખેલ હોય જેના લીધે હળવદના જુના ધનાળા ગામ ખાતે રહેતા વિપુલભાઇ અમરશીભાઇ રાઠોડ નામના શખ્સ પોતાની GJ-03-ES-4458 નંબરની બજાજ ડીસ્ક્વરની બાઈક ચલાવીને જતા હતા અને આ આરોપીની બેદરકારીના લીધે તેના ટ્રકના પાછળ ભટકાતા ફરીયાદીને માથામા તથા ડાબી આખ ઉપર તથા જમણા હાથે તથા જમણા પગે ગંભીર ઇજા થતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અને ફરિયાદીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેની યાદાસ્ત જતી રહી હતી. જે પરત આવી જતા અને તબિયત થોડી સારી થતા તેમણે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.