Saturday, June 28, 2025
HomeGujaratમાળીયા મી.માં દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ વડોદરામઘ્યથ જેલ હવાલે કરાયો

માળીયા મી.માં દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ વડોદરામઘ્યથ જેલ હવાલે કરાયો

મોરબી ક્રાઇમ બ્રાન્ચે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન ગુન્હામાં સંડોવાયેલ ઈસમ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.જે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરતા મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠી (IPS)ની સૂચના મુજબ અનુસાર એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીએ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ દારૂના સંડોવાયેલ આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીંટ (ભચાઉ તાલુકા) વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું.જે ઈસમની તત્કાલિક અટકાયત માટે ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપતા તા. ૨૭/૦૬/૨૦૨૫ ના રોજ પાસા એકટ હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્કવોડ પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઇ બી.ડી.ભટ્ટ, એલ.સી.બી./પેરોલ/ફર્લો સ્કોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!