મોરબી જિલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલની સુચના મુજબ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી સુરત જેલ હવાલે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમારે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આરોપી નિજામભાઇ ઉર્ફે નિજો હૈદરભાઇ જેડાનુ પાસા વોરંટ ઇશ્યુ કરતા આરોપીની અટકાયત કરવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ બનાવી નિજામભાઇ ઉર્ફે નિજો હૈદરભાઈ જેડાને આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સુરત જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે.