રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીએ મોરબી જીલ્લામા ગંભીર ગુન્હામા સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના કરી હતી. જે અન્વયે કામગીરી રાત દરમિયાન માળીયા (મીં) પોલીસ દ્વારા માળીયા (મીં) પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ વિરવિદરકા પાટીયા પાસે આવેલ પરંપરા હોટેલના ગ્રાઉન્ડમા છ માસ પૂર્વે મદનગોપાલ સોહનરામ પુનીયા નામના શખ્સે ગેરલાયદેસર રીતે હાઇ-વે પરથી પસાર થતા પ્રોપેન ગેસના ટેન્કર ચાલકો સાથે સંડોવણી કરી ગેસ ભરેલ ટેન્કરમાથી માનવ જીવનને જોખમમા મુકી કોઇ પણ જાતની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વગર આર્થીક લાભ સારૂ પ્રોપેન ગેસની ચોરી કરતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડતા આરોપી સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. ત્યારે માળીયા મીંયાણા પોલીસની ટીમને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આરોપી મદનગોપાલ સોહનરામ પુનીયા માળીયા (મીં) ત્રણ રસ્તા હાઇ-વે રોડ ઉપર આવેલ હોવાની ચોક્કસ હકીકત મળતા હકીકતના આધારે ઇસમની તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.