કચ્છના માંડવી મુંદ્રા ના ધારાસભ્ય અનિરુદ્ધ દવે મોરબીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ નિર્માણાધીન જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી બાદમાં મોરબી ભાજપ દ્વારા યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં હાજરી આપી સંબોધન કર્યું હતું.
આ સંબોધનમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ બજેટ વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ બજેટ GYAN આધારિત છે એટલે કે G એટલે ગરીબો,Y એટલે યુવાઓ,A એટલે અન્નદાતા અને N એટલે નારી એટલે તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે તમામ લોકો ને પૂરતો લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ આંધ્ર પ્રદેશમાં જે પૈસા ફાળવવામાં આવ્યા છે તે કોઈ સ્પેશિયલ નથી અપાયા પરંતુ જ્યારે કોઈ પણ રાજ્યની રાજધાની બનાવવાની હોય ત્યારે કેન્દ્ર સરકાર એ મદદ કરવાની હોય છે તે માટે ફાળવવામાં આવ્યા છે સાથે જ કોંગ્રેસના ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ના કાર્યકાળ ની કામગીરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીના કાર્યકાળની કામગીરી તેમજ બજેટ સહિતની સરખામણી કરતા મોટો ફર્ક દેખાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.આ રીતે બજેટને લઇને તમામ પ્રબુદ્ધ નાગરિકોને સમજ આપી હતી અને બજેટ માં સમાવાયેલી મુખ્ય બાબતો વિશે ચર્ચાઓ કરી હતી.
આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા,મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા,મહામંત્રી કે.એસ.અમૃતિયા,મંત્રી નીરજભાઈ ભટ્ટ સહિત મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના હોદેદારો તેમજ લીગલ સેલ ના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.