Friday, May 17, 2024
HomeGujaratછોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે: કેબિનેટ બેઠકમાં...

છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે: કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ લાગી મંજૂરીની મહોર

દેશમાં દીકરીઓના લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે તે વધારીને હવે 21 વર્ષ કરવા અંગે ગાઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગેના પ્રસ્તાવ પણ કેબિનેટ બેઠકમાં મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સની ભલામણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

દેશમાં દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની દિશામાં તૈયારી ચાલી રહી છે. વર્તમાન કાયદા પ્રમાણે દેશમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષની છે. પરંતુ હવે સરકાર બાળ વિવાહ નિષેધ કાયદા, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરી સુધારા વધારા સાથે છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા જઈ રહી છે.આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન ઉચિત સમયે થાય તે જરૂરી છે આ ઉપરાંત નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સે પણ આ માટેની ભલામણ કરી હતી.

ટાસ્ક ફોર્સના કહેવા પ્રમાણે પહેલા બાળકોને જન્મ આપતી વખતે સ્ત્રીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. જેને લઈને આ દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!