વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલા એસેન્ટ સિરામિકના લેબર ક્વાર્ટરમાં પતિ-પત્ની વચ્ચે નાસ્તાની બાબતે થયેલા ઝઘડા બાદ પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઓડિશા રાજ્યના બાલેશ્વર જીલ્લાના રાયસોલ ગામના રહેવાસી ઘનશ્યામસિંગ દેબેન્દ્રસીંગ આદીવાસી અને તેમની પત્ની રિટાસિંગ ઉવ.૨૨ વચ્ચે સવારનો નાસ્તો કરવા બાબતે યુગલ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જેથી રિસાઈ ગયેલ રિટાસિંગે પતિના ગયા બાદ રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, ત્યારે મૃત્યુના બનાવ અંગે મૃતકના પતિએ આપેલ વિગત મુજબ ચાર વર્ષ પૂર્વે તેમના લગ્ન થયા હતા. હાલ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો









