મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌદ્ધનગર શેરી નં.૫ માં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ દલસુખભાઈ સોલંકી ઉવ.૨૫ એ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાનના રૂમમાં પાંખ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લઈ જીબાન ટુંકાવ્યું હતું, ત્યારે મૃતકની લાશ તેમના પતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પ્રાથમિક વિગતોમાં મૃતક પરિણીતાના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે, હાલ બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.