વાંકાનેર:રાજકોટના માલીયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઇ મુળજીભાઇ વઘેરા ઉવ.૨૨ નામની પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના પિતા અશોકભાઇ મોહનભાઇ પરમાર રહે.પેડક સોસાયટી, દિગ્વીજયનગર, વાંકાનેરવાળાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું, ત્યારે મૃતકની લાશને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે પરિવારજન દ્વારા આપેલ વિગતો પ્રમાણે મૃતક મમતાબેનના ૧૧ મહિના પૂર્વે લગ્ન થયા હોય હાલ વાંકાનેર સીટી પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી અસગલની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.