વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે ૨૫ વર્ષીય પરિણીતાનો મૃતદેહ તેના ઘરે પાછળના ભાગે આવેલા કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરાઈ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બનાવની વિગત મુજબ, વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ સેજાભાઈ ભુડીયા (ઉવ.૨૫)ની લાશ તેમના ઘરની પાછળના કુવાના પાણીમાં તરતી હાલતમાં મળી આવી છે. ત્યારે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે મૃત્યુના બનાવ અંગેની તપાસમાં પ્રકાશભાઈ સેજાભાઈ ભુડીયા પાસેથી મળેલ પ્રાથમિક વિગતો અનુસાર મૃતક કંચનબેનના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો.ત્યારે હાલ પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.