મોરબીના વતની આર્મી જવાનનું મહારાષ્ટ્ર ખાતે અહમદનગર ટ્રેનિંગ સેન્ટર માં પોસ્ટિંગ હતું ત્યારે ફરજ દરમિયાન તેઓ શહીદ થતા આજે તેઓનો પાર્થિવ દેહ મોરબી પહોંચ્યો હતો અને આ સાથે જ હજારો લોકોએ આ શહીદ યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો અને જવાન ના બલિદાન ને બિરદાવવામાં આવ્યું હતું.
મોરબીના વતની ગણેશભાઈ મનસુખભાઈ પરમાર 16 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા અને તેઓનો નિવૃત્તિનો સમય પણ નજીક હતો હાલમાં તેઓનું પોસ્ટિંગ મહારાષ્ટ્રના અહમદનગર ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં હતું અને ત્યાં તારીખ 9/12 ના રોજ ફરજ બજાવતા હતા ત્યારે તેઓ શહીદ થયા હતા.તેઓનો પાર્થિવ દેહ આજે માદરે વતન મોરબી ખાતે લાવવામાં આવ્યો હતો આર્મીના જવાનો દ્વારા તેઓને સલામી આપવામાં આવી હતી અને પાર્થિવ દેહ ઘરે પહોચતા જ પરિવાર નું હૈયાફાટ રુદન થી વાતાવરણ હૃદય દ્રાવક બની ગયું હતું.બાદમાં ત્યાંથી તેઓની અંતિમ યાત્રા નિકળીને તેઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા











