મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામનાં વાતની અને હાલ આર્મીમાં ફરજ બજાવતા પરેશકુમાર સારેસાનું અવસાન થયું છે. તેઓએ અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે આખરી શ્વાસ લીધો હતો.જેઓનું બેસણું તા. ૨ જાન્યુઆરી નાં રોજ સવારે ૧૦ વાગે ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખેલ છે
મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામનાં લશ્કરી જવાન પરેશકુમાર સારેસા કે જેઓ હાલમાં જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં. તે દરમિયાન તેઓની તબિયત બગાડતા તેઓને શારીરિક બિમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યાંથી તેઓના મૃતદેહને માદરેવત જોધપર ઝાલા ખાતે લાવવામાં આવ્યું હતું જ્યાં ટંકારાનાં જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટથી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, અને શહિદની અંતિમયાત્રામાં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા જીલ્લાથી એક્સ આર્મી જવાનો, વિસ્તારનાં ધારાસભ્ય સહિત અનેક સામાજીક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. તેમજ તા. ૨ જાન્યુઆરી નાં રોજ સવારે ૧૦ વાગે શહિદ પરેશ કુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પરેશકુમાર સારેસાએ ૧૮ વર્ષની સેવા દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપી છે.