મોરબી જિલ્લામા વધતા જતા કોરોના સંક્રમનને પગલે લોકોમાં અવેરનેસ આવે તે માટે ધી મીરા ફિલ્મ્સ, અનસ્ટોપેબલ વોરિયર્સ અને Equitas Trust ના સહયોગથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપલ ઉષાબેન કે.ભંખોડીયા અને નાશા ગ્રુપ ઓફ એજ્યુકેશન, ટંકારાના ટ્રસ્ટી વિજયભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તથા શાળાના બાળકોને કોરોના ગાઈડલાઈનનું પાલન જેમ કે માસ્ક પહેરવું, સેનીટાઈઝર વાપરવું , બે ગજ ની દૂરી રાખવી એવા સ્લોગન સાથે સરકારના નિયમનું પાલન કરવા અને વેક્સિન લેવા સહિતની માહિતી આપવામાં આવી હતી. આ તકે મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ ધી મીરા ફિલ્મ્સના નિર્માતા જયદીપભાઈ ડાભી અને અંસ્ટોપેબલ વોરિયર્સના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રીતિબેન, નિરાલીબેન, કોમલબેન તથા Equitas Bank ના બ્રાન્ચ મેનેજર ઇમરાનભાઈ, સેલ્સ ઓફિસર સુલતાન ભાઈ સહિતના હાજર રહ્યા હતા.