માળીયા મીયાણા માં માલધારીએ ચરાવવા આપેલ ૧૩ પશુઓ પિતા પુત્ર દ્વારા વહેંચી નાખવામાં આવી હતી જે અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ખરીદનારાઓએ તે ગાયો ની કતલ કરી હોવાનો ખુલાસો થયો હતી અને કુલ સાત ઇસમોની ધરપકડ થઈ હતી જે બાદ હળવદમાં પણ ૪૫ પશુઓ ગુમ થયા અંગે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે હવે સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં માલધારીએ પોતાના ૫૦ પશુઓ ગુમ થયા બાબતે પિતા પુત્ર વિરૂદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે ત્રણે ફરિયાદો મળી કુલ ૧૦૮ ગૌવંશ ને ગુમ કરી નાખી કતલ કરવા અર્થે વહેંચી નાખ્યાં હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ધાંગધ્રા તાલુકાના પીપળા ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ૪૨ વર્ષીય ગોપાલભાઈ સિધાભાઈ ગોલતરે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩ માં પીપળા ગામની સીમમાં ધાસચારાની તંગી થતા ફરિયાદી પોતાના કુટુંબી ભાઈ મફાભાઇ વેલાભાઈ ગોલતર રહે. પીપળા વાળા બન્ને સાથે મળીને જેમાં ફરિયાદીની ૨૫ ગોયો અને મફાભાઈની ગાયો પૈકીની ૨૫ ગાયો ચરાવતા ચરાવતા પોતાના સંબંધી વાધાભાઈ રામાભાઈ ખોડા રહે મીયાણી હળવદ તાલુકાના વાળાને ત્યાં મીયાણીગામ ખાતે ગાયો ચારવા માટે ગયા હતા. જ્યાં પાંચેક દિવસ રોકાયા હતા.તે દરમિયાન સંબંધી વાધાબાઈએ જણાવ્યું કે તેમની જાણમાં ચીખલીગામ ખાતે રહેતા મુસ્તાક અમીનભાઈ અને અમીનભાઈ કરીમભાઈ લધાણી નામના વ્યક્તિઓ છે જેઓ આજુબાજુના વિસ્તારની ગાયો ઉધળમાં ચરાવા માટે રાખે છે. અને તેઓ ગાયો ચરાવવાના વ્યવસાયમાં સંકળાયેલ છે. જેથી ગાયો ચરાવા માટે આપો તો વાંધો નથી તેમ કહેતા ફરિયાદી તથા તેમના કુટુંબીભાઈ મફાભાઇ તેમના સબંધી વાધાભાઇ સાથે ચીખલીગામે જઇને જોતા મુસ્તાક અમીનભાઇ અને અમીનભાઈ કરીમભાઈ લધાણીનાઓ પાસે ધણી બધી ગાયો ચરાવવા માટે રાખેલ હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા ફરિયાદીએ મુસ્તાક અમીનભાઇ અને અમીનભાઈ કરીમભાઇ લધાણીને મીયાણી ગામે બોલાવીને ફરિયાદી તથા તેમના ભાઈ મફાભાઈની ૫૦ ગાયો જેમાં ચરાવવાના મહીનાના રૂ. ૩૦૦/- દેવાના નક્કી કર્યા હતા. જે ગાયો મુસ્તાક અમીનભાઈ અને અમીનભાઇ કરીમ ભાઈ લધાણી રહે. ચીખલીવાળા મૌયાણી ગામ મુકામે સાપીને પીપળા ગામે પરત આવી ગયા હતા. જેના થોડા સમય બાદ મુલાકાત લેતા ગાયો સલામત હતી. પરંતુ દોઢ બે મહિના પહેલા ચીખલી ગામે જતા ગાયો જોવા નહી મળતા મુસ્તાકભાઈના મોબાઇલ નં. ૯૭૧૪૫ ૯૩૬૨૬ પર ફોન કરીતા ગાયો બાબતે પુછતા તેમણે જણાવેલ હતુ કે તમારી ગાયો સલામત છે અને જંગલ (વીડી)માં ચરાવવા માટે ગઈ છે. પરંતુ ગત તા. ૦૫/૧૧/૨૦૨૪ બપોરના બે-એક વાગ્યાના સમયે ચીખલી ગામે ગયા અને ત્યારબાદ કરડીયા જંગલમાં જઈ ગાયો પાછી લેવા ગયા હતા. પરંતુ ગાયો અને આરોપીની ભાળ મળી ન હતી. તેમજ આરોપીએ ગાયો ભડકી જંગલમાં ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ ગઇ તા. ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ફરિયાદીને જાણવા મળ્યું કે મુસ્તાક અમીનભાઈ અને અમીનભાઈ કરીમભાઈ લધાણી બન્ને એ અમારા જેવા બીજા માણસોની ગાયો ચરાવા માટે રાખેલ હતી. જે પરત આપી નથી. જે બાબતે માળીયા-મીયાણી પોલીસ સ્ટેશનમાં મુસ્તાક અમીન ભાઈ અને અમીનભાઇ કરીમભાઈ લધાણી ગુન્હામાં સંડોવાયેલા હોવાથી જેલમાં બંધ છે તેવું જાણવા મળતાં ફરિયાદીએ પોતાની ૫૦ ગાયો ચરાવવાના નામે રાખી પરત નહિ આપતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.