સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. આ એક જ આસન તેનો અભ્યાસ કરનાર સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચાડવા માટે સમર્થ છે. ત્યારે અભ્યાસની સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્ય અંગે પણ સતત પ્રવૃત રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમના સહયોગથી સામુહિક સૂર્ય-નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા સામુહિક સૂર્ય-નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનવ્યો છે અને સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી છાપ છોડીને સાબિત કર્યું છે કે ઝડપી આર્થીક વિકાસ અને ભૌતિક સુખાકારીની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધી મુદ્દાઓમાં પણ ગુજરાત અગ્રેસર બનવા તરફ ગતિ કરી રહ્યું છે. જેને અનુમોદન આપવા અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમના સહયોગથી સામુહિક સૂર્ય-નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામુહિક આયોજનમાં પી.જી.પટેલ કોલેજના સ્ટાફ અની વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા વિધાથીઓને સૂર્ય-નમસ્કારની ક્રિયાનું નિદર્શન, તેનાથી થતા વિવિધ ફાયદાઓ અને તેનું વૈદિક મહત્વ સમજાવ્યું હતું.